ભારત-ચીન વચ્ચે ટૂંકસમયમાં ડાયરેક્ટ ફ્લાઇટ્સ, કૈલાશ માનસરોવર યાત્રા ફરી ચાલુ થશે
ભારત-ચીન વચ્ચે ટૂંકસમયમાં ડાયરેક્ટ ફ્લાઇટ્સ, કૈલાશ માનસરોવર યાત્રા ફરી ચાલુ થશે
Blog Article
બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં G20 સમિટની દરમિયાન ભારતના વિદેશ વિદેશ પ્રધાન એસ જયશંકર અને તેમના ચીની સમકક્ષ વાંગ યી વચ્ચે યોજાયેલી બેઠકમાં પાંચ વર્ષના સમયગાળા પછી સીમા મુદ્દા પર વિશેષ પ્રતિનિધિઓની ટૂંકસમયમાં બેઠક યોજવાનો નિર્ણય કર્યો છે. બંને નેતાઓ કૈલાશ માનસરોવર ત્રા ફરી ચાલુ કરવા તથા બંને દેશો વચ્ચે સીધી ફ્લાઇટ સેવા ચાલુ કરવાની પણ ચર્ચાવિચારણા કરી હતી.
આ બેઠકમાં બંને દેશો વચ્ચેના સંબંધોને સ્થિર કરવાના ઉદ્દેશ્ય માટેના નવા પગલાંની ચર્ચાવિચારણા કરાઈ હતી. ભારતના વિદેશ મંત્રાલય (MEA)ના જણાવ્યા અનુસાર બંને પ્રધાનોએ માન્યું હતું કે સંબંધોને સ્થિર કરવા, મતભેદોનો ઉકેલ લાવવા અને ભાવિ પગલાં લેવા પર ધ્યાન કેન્દ્રિત કરવું આવશ્યક છે.બંને નેતાઓ વચ્ચેની વાટાઘાટો ભારત-ચીન સંબંધોના ભાવિ પગલાઓ પર કેન્દ્રિત હતી. વિશેષ પ્રતિનિધિઓ અને વિદેશ સચિવ-ઉપપ્રધાન વ્યવસ્થાતંત્રની બેઠક ટૂંક સમયમાં યોજવા અંગે સંમતિ સધાઈ હતી. કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ કરવા, સરહદ પારની નદીઓ પર ડેટાનું આદાનપ્રદાન કરવા, ભારત અને ચીન વચ્ચે સીધી ફ્લાઇટ્સ અને મીડિયા આદાનપ્રદાન ચાલુ કરવા અંગેના પગલાંની વિચારણા કરાઈ હતી.
પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક અંકુશ રેખા (LAC) પર ડેપસાંગ અને ડેમચોકમાંથી બંને દેશોના સૈનિકોની પીછેહટની કવાયત પૂરી થયા પછી બંને પક્ષો વચ્ચે આ પ્રથમ ઉચ્ચ બેઠક હતી.
વિશેષ પ્રતિનિધિઓ (SR) વાટાઘાટોનો 22મો રાઉન્ડ 21 ડિસેમ્બર, 2019એ નવી દિલ્હીમાં યોજાયો હતો. આ સંવાદ માટે ભારતના વિશેષ પ્રતિનિધિ NSA અજીત ડોભાલ છે, જ્યારે ચીની પક્ષનું નેતૃત્વ વિદેશ પ્રધાન વાંગ કરી રહ્યા છે. કોવિડ-19 મહામારીને ધ્યાનમાં રાખીને ભારત અને ચીન વચ્ચેની સીધી ફ્લાઇટ્સ અને કૈલાશ માનસરોવર યાત્રા સ્થગિત કરવામાં આવી હતી.